Monday, February 1, 2010

સમાચારીયો જાન્યુઆરી – અહીંનું તહીંનું ને મનનું




જાન્યુઆરી – ૨૦૧૦ ગઈકાલ સુધી વર્તમાન કાળમાં હતો હવે ભૂતકાળ બની ગયો. આજે અમસ્તાજ જાન્યુઆરીમાં શું શું કર્યું એના લેખાજોખા કર્યા તો અહેસાસ થયો કે આ તો મારે માટે ભારે સમાચારીયો અને એક્ટીવીટીયો મહિનો રહ્યો. કલમેથી પ્રગટીને દેશગુજરાત પર અને ગુજરાત સમાચારમાં સ્થાન પામતા દરેક સમાચારની અને તેની પશ્ચાદની વાત તો કરવી અશક્ય છે પણ ત્વરિત સૂઝી આવતા જાન્યુઆરીની સફરના કેટલાક અંશ:


બચ્ચન…અથવા તો ખેતર

રાત્રે સાડા દસ વાગ્યે મારી પાસે બે વિકલ્પ હતા. આવતીકાલે અમિતાભ બચ્ચન આવી રહ્યો છે તેના કવરેજમાં જવું અથવા તો સાણંદ પંથકના ગામડાઓમાં ચાલી રહેલા શાંત જમીન આંદોલનનું રિપોર્ટીંગ કરવા જવું. બચ્ચનના અસાઈન્મેન્ટમાં ઈન્ટર્વ્યૂ લેવાની તક પણ ગર્ભસ્થ હતી. દલાઈલામા અને બીલ ક્લીન્ટન પછી આ ત્રીજી હાઈટવાળી(ઉંચી) શખ્સિયતને મળવાની લાલચ પણ થઈ આવી. પણ સાણંદના ખેડૂતોનું રિપોર્ટીંગ વધારે કસવાળું જણાયું અને મારી અને ફોટોગ્રાફરની ગાડી બીજા દિવસે સાણંદ પંથકે ઉપડી. કંઈક સોએક જેટલા ફળિયાવાળા ખેડૂતો સાથે વાત થઈ હશે. અંતરિયાળ ગામોની ચોખ્ખી ચણાક સ્કૂલો જોઈને હર્ષ થયો. અને નાની નાની સ્કૂલોમાં શિક્ષકોનો તથા આચાર્ય સુદ્ધાનો યુવાન સ્ટાફ જોઈને આશ્ચર્ય થયું. ચરલ ગામની સ્કૂલના આચાર્યના ટેબલ પર સાયન્સ મેગેઝીન સફારી પડ્યું હતું એ જોઈને અહોભાવ થયો. આચાર્યએ કહ્યું કે શિક્ષણ વિભાગ તરફથી આ મેગેઝિન દરેક સ્કૂલમાં મફત મોકલવામાં આવે છે. મને જાહેરખબર વિનાના આ મેગેઝીનનું અર્થતંત્ર સમજાયું. ગોકળપરાની સ્કૂલમાં પીવીસીના ઓરડા જોયા. સ્કૂલના આચાર્યનું કહેવું હતું કે ભૂકંપ પછી આવા ભૂકંપ-પ્રૂફ ઓરડા બનાવાયા હતા. પણ આ ઓરડા ગરમીમાં વાપરી શકાતા નથી કારણકે અંદર શેકાઈ જવાય છે. હીરાપુરની શાળામાંથી જાણ્યું કે આ વિસ્તારમાં ગામોની સ્કૂલો વચ્ચે શ્રેષ્ઠતાની સ્પર્ધા હંમેશા ચાલતી રહે છે. ચરલની સ્કૂલને દાતા મળી ગયા તો હમણાં મોંધામાં મોંધો રંગ કરાવ્યો છે. હવે બીજા ગામોની સ્કૂલો પણ દાતા શોધે છે. બચ્ચનનું એસાઈન્ટમેન્ટ નકારીને સાણંદ જવાનું કારણ એ હતું કે અહીંના ખેડૂતોની લડત ન્યાયી છે. એમના હરિયાળા ખેતરો પર રાજ્ય સરકારે ઔદ્યોગિક વસાહત બનાવવી છે. ખેતરો લઈ લેવા છે, ખેડૂતોએ નથી આપવા તોય. આ ગામોમાં મેં જાણ્યું કે નજીકના નેનો પ્લાન્ટમાં અહીંના એક પણ વ્યક્તિને નોકરી મળી નથી. ગુજરાતમાં ઈન્ડસ્ટ્રીઝ આવી છે પણ લોકલ લીન્કેજીસના પ્રશ્ન છે જ. સ્થાનિક લોકોને ફરજિયાત રોજગાર આપવાના કાયદાનું ઈન્ડસ્ટ્રી પાલન કરતી નથી. નેનોના કિસ્સામાં તો સરકારે લેખિતમાં આ મામલે છૂટ જ આપી દીધી છે.અમદાવાદની નજીકમાં આટલી મોટી જમીન આપીને સરકારે સ્થાનિક રોજગારી ફરજિયાતના કાયદામાં છૂટ આપીને ગુજરાતની પ્રજાની ગદ્દારી જ કરી છે. ચરલના સરપંચ પાસેથી જાણ્યું કે રાત પડે એટલે મેઘમણીની કેમીકલ ફેક્ટરીમાંથી એવી ગંધ ને ધુમાડા છૂટે છે કે વાત ન પૂછો. મેઘમણીનું પોલ્યુશન મેં પણ ભૂતકાળમાં સુરેન્દ્રનગર અપડાઉન કરવાના કાળમાં જોયું છે. મને સાણંદના ખેડૂતોની એ વાત ગમી કે તેમણે પોતાના ખેતર આંદોલનની દોર પોતાની પાસે જ રાખી. કોંગ્રેસીઓ આવ્યા, લેફ્ટીસ્ટો આવ્યા, એનજીઓવાળા આવી ગયા, પણ ખેડૂતોએ આંદોલન બિનરાજકીય રાખ્યું, કોઈને નેતૃત્વ સોંપ્યું નહીં. ખેડૂતોએ સ્કૂલોના બહિષ્કારના અને પોલિયો રસીકરણના બહિષ્કારના જે નવતર અને વિવાદી પગલા લઈને આંદોલન કર્યું એ મને બહુજ ન્યૂઝી લાગ્યું એટલે હું ત્યાં પહોચી ગયો. અને ફેરો ફોગટ ન ગયો. કલેક્ટરે ખેડૂતો પાસે પહોંચીને તેમને ખાતરી આપી છે કે એક ડગલું જમીન પણ ખેડૂતોની ઈચ્છા વિરૂદ્ધ હસ્તગત નહીં કરાય. હું ગુજરાતનો ખૂણેખૂણો ફર્યો છું પણ મેં સાણંદ પંથકના આ ગામોમાં ચારે તરફ જે સમૃદ્ધ ખેતરો જોયા એવા મેદાની ખેતરો અગાઉ ક્યારેય નથી જોયા. એકતરફ અમદાવાદના બિલ્ડરો અને બીજી તરફ સરકારનો ઉદ્યોગ વિભાગ આ ખેતરોમાં મનીમેકિંગની તક જોઈ રહ્યા છે. થતું આવ્યું છે તેમ જ નબળા છેવટે તો હારવાના ને સબળા પોતાના મનસૂબા પૂરા કરવાના. અલબત્ત ખેડૂતો આજે નબળા પણ સંગઠિત છે એટલે હાલ તો બહુ વાંધો નથી. પણ તેમની પેઢીઓની પેઢીઓએ સંગઠિત અને સાવધાન રહેવાનું છે. નહીંતો મેં જે હરિયાળા મેદાનો જોયા એ મારા દીકરાને કે તેના દીકરાને બતાવવા નહીં લઈ જઈ શકું. ત્યારે તો ત્યાં પોલ્યુશનની ગંધ મારતી હશે.

ટિકીટવાળા પુસ્તકમેળામાં

બહુ લાંબા સમય પછી અમદાવાદમાં પુસ્તકમેળો યોજાયો. અમદાવાદનો કદાચિત આ પહેલો પુસ્તકમેળો હશે કે જેમાં એન્ટ્રી ટિકીટ હતી. પાંચ રૂપિયાની એન્ટ્રી ટિકીટ આપીને પણ મોટી સંખ્યામાં લોકો મેળામાં જતા હતા. પરિવર્તનનો નિયમ અહીં પણ જોયો. પુસ્તકોના અનુપાતમાં લગભગ વીસ ટકા જગ્યા સીડીએ રોકી હતી. કીન્ડલ અને આઈપેડ પછી તો પરિસ્થિતિ હજુ પણ વધુ બદલાશે. ગૂર્જરના સ્ટોલ પર પૂછ્યું કે કુંદનલાલ ધોળકિયાએ તેમના પુસ્તક સમયને સથવારે ગુજરાતમાં નવા અગિયાર ચેપ્ટર ઉમેર્યા છે એ પુસ્તક આવ્યું? તો ગૂર્જરવાળાને આશ્ચર્ય થયું. તેણે પૂછ્યું કે તમને કઈ રીતે ખબર પડી? પુસ્તક તો હજુ આ વર્ષના અંત સુધીમાં આવવાનું છે! મેં કીધું નહીં કે હું પત્રકાર છું. નરેન્દ્ર મોદીની હાજર જવાબીનો ફરી એક વખત પુસ્તકમેળાના ઉદઘાટન સમારંભમાં પરિચય થયો. નવજીવનવાળા જિતેન્દ્ર દેસાઈએ એમના પ્રવચનમાં કહ્યું કે પુસ્તક મેળા માટે મોદીને નિમંત્રણ આપવા ગયા તો મોદીએ કહ્યું કે સરકારની કોઈ કૃપાની આશા રાખશો નહીં. આમ કહીને મોદીએ કઠોર કૃપા કરી. મોદીએ તેમના વક્તવ્યમાં કહ્યું કે પોતાની આ કઠોર કૃપા હશે પણ પુસ્તકવાળાઓને સરકારને ભરોસે જ રાખવાની નઠોર કૃપા નથી કરી એ વધુ સારું છે. પુસ્તકમેળાના પ્રારંભના ફંક્શનમાં કોંગ્રેસી સુધીર નાણાવટીએ આવનારા પચ્ચીસ વર્ષો સુધી નરેન્દ્ર મોદીને જ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જોવાની જાહેરમાં વ્યક્ત કરેલી ઈચ્છા સૌ માટે આશ્ચર્યજનક હતી. મારા માટે નહીં. કારણકે મને આ મોટા માણસો કંઈ પણ કરે તો આશ્ચર્ય નથી થતું. મોટા માણસોની બાબતમાં મારું આશ્ચર્ય મરી પરવાર્યું છે. પ્રીડીક્ટેબલ તો માત્ર સામાન્ય માણસો જ હોય છે. અસામાન્ય માણસો નહીં.

યુવાનોની વચ્ચે, નાટ્યસ્પર્ધામાં

ગુજરાત સમાચાર-આઈએનટીની નાટ્યસ્પર્ધા હંમેશા વત્તે ઓછે અંશે આનંદ પમાડે છે. આ વખતે પણ અમુક નાટક જોવાની બહુ જ મજા પડી. સ્વર્ણિમ ક્ષણોની શોધમાં નાટકમાં મુખ્યમંત્રી મોદીના અહંકાર અને ‘હું’વાદ પર જોરદાર પ્રહાર કરવામાં આવ્યા હતા. સિદ્ધરાજ જયસિંહના ઉદાહરણથી થતા પ્રહારો સાયલન્ટ રીતે હકીકતમાં તો મોદી પર થતા હતા. નાટકની પ્રસ્તુતિ અત્યંત ક્રિએટીવ રીતે થઈ હતી. એક કટ્ટર કોંગ્રેસી વિચાર ધરાવતા જજને જોતા મને ખાતરી થઈ ગઈ હતી કે આ નાટક પ્રથમ આવશે અને એવું જ થયું. અમદાવાદની શહેરી ગરીબ બાઈઓ વિશેના નાટકની પ્રસ્તુતિ ગજબની હતી.આખા નાટકમાં કોઈ છોકરો ન હતો કારણકે નાટક સીયુશાહ કોલેજ ઓફ ગર્લ્સ દ્વારા ભજવાયું હતું. આ નાટકને કોઈ ઈનામ ન મળ્યું એનું આશ્ચર્ય થયું. કદાચ જજોમાં આ વખતે કોઈ લેફ્ટીસ્ટ ન હતું. હશે, સારા નાટકો ઈનામ લેતા નથી પણ સૌને આનંદનું ઈનામ આપી જતા હોય છે જે આ નાટકે ચોક્કસ સૌને આપ્યું હતું. આઈએનટી સ્પર્ધાના મુખ્ય અતિથિ સિદ્ધાર્થ રાંદેરિયા પાસેથી મારે જે વિષય કઢાવવો હતો એ હું કઢાવી શક્યો. મુંબઈમાં ગુજરાતી ભાષાના પતનનો વિષય રાંદેરિયા સાથેની વાતચીતમાં ફોકસમાં રાખ્યો પછી તેમના ભાષણમાં પણ આ જ વિષય ફોકસમાં રહ્યો અને બીજે દિવસે અખબારમાં પણ. મુંબઈમાં ગુજરાતી ભાષાનો સોથ વળી ગયો છે, કચ્ચરઘાણ વળી ગયો છે. ત્યાંની સરકારે ગુજરાતી ભાષા યુનિવર્સિટીમાંથી તો કાઢી જ નાખ્યો છે, સાથે ગુજરાતી સ્કૂલો પણ બંધ થઈ ગઈ છે. હવે માત્ર બોલચાલનું ગુજરાતી બાકી રહી ગયું છે. ગુજરાતી વાંચવાનું કે લખવાનું કહો તો ન આવડે એવી ગુજરાતી પેઢી પેદા થઈ ગઈ છે. આ પેઢીની આવતી પેઢી તો સદંતર બિનગુજરાતી-ગુજરાતી થઈ જશે. વાત ભલે મુંબઈની હોય પણ ગુજરાત સરકારની કોઈ ફરજ ખરી કે નહીં? બ્રિટન આખા વિશ્વમાં બ્રિટીશ લાયબ્રેરી ખોલી શકે છે, ફ્રાન્સની ઓલિયન્સ ફ્રાન્સીસ સંસ્થા અમદાવાદમાં પણ છે. ગુજરાત સરકાર મુંબઈમાં યુવાનોને આકર્ષે એવું ગુજરાતી ભાષા કેન્દ્ર ખોલી ન શકે? ઈન્ડસ્ટ્રી ઈન્ડસ્ટ્રી ઈન્ડસ્ટ્રી કરી કરીને ગાંડાતૂર થઈને ફરતા મુખ્યમંત્રી સાંસ્કૃતિક મોરચે દરિદ્ર પુરવાર થઈ રહ્યા છે.

નદી છે, તો નદીનો ફાયદો લેવો જોઈએ

સાબરમતી નદીમાં સ્પીડબોટમાં બોટીંગ કરવાનો અનુભવ સુંદર રહ્યો. લાઈફ જેકેટને કારણે ડર લાગતો ન હતો. અન્યથા હોડી એવી બમ્પી રીતે આગળ વધતી હતી કે ઉછળીને નીચે પડાય. અમદાવાદ તેની વચ્ચેથી જનોઈની માફક પસાર થતી સાબરમતી નદીનો કોઈ ઉપયોગ નથી કરી શક્યું. રેતીવાળાઓએ રેતી ઉલેચી, ધોબીઓએ કપડા ધોયા, મ્યુનિસિપલ કોર્પોરેશને ગટર વહાવી, બહારગામથી આવેલાઓએ ઝૂંપડા બનાવ્યા, મચ્છરોએ કોલોની બનાવી ને લુખ્ખાઓએ બ્રાઉન સુગર વેચ્યું … રિવરફ્રન્ટ પછી નદી હોવી લેખે લાગે એવી પરિસ્થિતિનું નિર્માણ થવાની આશા જાગી છે. શું નદીમાં રિવરફ્રન્ટ પછી સ્વચ્છતા જળવાશે? પાણી વહેતું રાખી શકાશે? નદી બરાબર ઉંડી નથી થઈ, તો શું કોઈ પૂર રિવરફ્રન્ટને ધોઈ નાખશે? પ્રશ્નોના ઉત્તર ભવિષ્યના ગર્ભમાં છે.


ઉર્મિલાબેનવાળો ફિયાસ્કો

નેશનલી ઉર્મિલાબેન પટેલને હિમાચલ પ્રદેશના ભાવિ ગવર્નર તરીકે ચીતરવાનું આળ ટાઈમ્સ નાઉ ચેનલ પર આવ્યું છે અને ગુજરાત સ્તરે આ આળ દેશગુજરાત પર આવ્યું છે. બાકી બધા મિડિયાએ પછી ફોલો કર્યું. એકમાત્ર ગુજરાત સમાચાર બચી ગયું. કન્ફર્મેશન વગર કોઈ ભવિષ્યવાણી કરવાથી ગુજરાત સમાચાર દૂર જ રહ્યું. જ્યારે ઉર્મિલાબેન પટેલના બદલે ઉર્મિલા સિંઘનું નામ જાહેર થયું ત્યારે અમે તમામ પત્રકારો ખડખડાટ હસતા હતા. મારા એક પત્રકાર મિત્રે તો કહ્યું કે તે થ્રી ઈડિયટ ફિલ્મમાં ચમત્કાર-બલાત્કારવાળા ચતુરના સીનથી પણ વધુ બે ઉર્મિલાના ગોટાળા પર હસ્યો . હવે હસવાની નહી પણ અપસેટ થવાની વાત: પાછલા લગભગ ત્રીસ વર્ષથી ગુજરાતની કોઈ વ્યક્તિને દેશના કોઈપણ રાજ્યમાં ગવર્નર બનાવાયા નથી. દિલ્હીવાળાઓ ગુજરાતને જૂતા મારવાનો જ ન્યાય આપે છે. બાકી બધામાં અ-ન્યાય જ. કેન્દ્રમાં ભાજપની સરકાર હતી, ભાજપના ટેકાથી સરકાર હતી ત્યારે પણ કોઈ ગુજરાતીને ગવર્નર બનવાનો ચાન્સ ન અપાયો. કોંગ્રેસ ઈચ્છત તો બ્રહ્મકુમાર ભટ્ટને કે સનત મહેતાને ગવર્નર બનાવી શકી હોત. અહેમદ પટેલે ઈચ્છ્યું હોત તો તેમના ગુરૂ ઝીણાભાઈને ગવર્નર બનાવી શક્યા હોત. ભાજપ પાસે તો ઘણા ચહેરા હતા જ. ગવર્નરના મામલે રાજસ્થાન સહુથી કામ કઢાવી લેનાર રાજ્ય પુરવાર થાય છે. દેશમાં સૌથી વધુ ગવર્નર રાજસ્થાનના છે. ગુજરાતના ગવર્નર પણ ગવર્નરભૂમિ રાજસ્થાનના છે.

જયરામ કમાલ રમેશ

જયરામ રમેશ અલગ જ પ્રકારના મંત્રી છે. જે સિફતતાથી તેઓએ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના હોલમાં છસો માણસો ને કંટ્રોલ કરીને બીટી રીંગણની સુનાવણી કરી તે કમાલનું હતું. કમાલનું એટલા માટે કારણકે બીજા કોઈ મીનીસ્ટર આવું કરી શકે એની કલ્પના કરવીય મૂશ્કેલ છે. રમેશે સાચા અર્થમાં સુનાવણીમાં લગભગ પ્રત્યેક એવી વ્યક્તિની વાત સાંભળી કે જે કશુંક કહેવા માંગતો હોય. છેલ્લે જ્યારે રમેશને પૂછ્યું કે સુનાવણી કઈ દિશામાં જતી દેખાય છે ત્યારે તેમણે કહ્યું કે ઓરિસ્સા, બંગાળ અને બિહાર દેશના કુલ રિંગણના સાહીઠ ટકા ઉગાડે છે અને ત્રણેય રાજ્ય સરકારોએ લેખિતમાં બીટી રીંગણનો વિરોધ કરતા કહ્યું છે કે તેઓ પોતાના રાજ્યમાં તેને લાદવા ઈચ્છતા નથી. બીટી રીંગણ વિશે લોકોને હજુ ભય અને શંકા છે…. જયરામના નિવેદનથી સ્પષ્ટ લાગ્યું કે તે વડાપ્રધાનને બીટી રીંગણ હાલ ન લાદવાનો અભિપ્રાય સુપરત કરશે. પછી વડાપ્રધાન પર શરદ પવારનું દબાણ ચાલે છે કે જયરામનું? સોનિયા અને રાહુલ શું કહે છે? એના પર બધો નિર્ણય લેવાશે. કદાચ હમણા બીટી રીંગણ નહીં લદાય. પણ પછી મલ્ટીનેશનલ કંપનીનું એવું પ્રેશર આવશે કે ભવિષ્યમાં અચાનક જ બીટી રીંગણ દેશમાં લાવી દેવાશે. નબળા અને સબળામાં હંમેશા સબળાની જીત થાય છે(અને પૈસા અને નીતિમાં હંમેશા પૈસાની જીત થાય છે!) માયકો મોન્સેન્ટો સબળ છે અને પૈસાદાર છે. જો બીટી રીંગણનું ચેપ્ટર પતી ગયું એમ સમજીને સૌ ઉંઘી જશે તો બીટી રીંગણ અચાનક જ બમણા જોરથી આવશે. આ મામલે સૌએ મલ્ટીનેશનલ અને શરદ પવારો સામે, કોર્ટમાં અને શેરીમાં લાંબી લડાઈ લડવાની છે.

અસલી જેવી નકલી હરિયાળી

ડિસેમ્બર-જાન્યુઆરીના મહિનામાં વાતાવરણની અનૂકૂળતાને કારણે અનેક નેશનલ અને ઈન્ટરનેશનલ કોન્ફરન્સ,સમિટ,એક્ઝીબીશન યોજાય છે. આમાંની એક મ્યુનિસિપાલિકા સમીટની મુલાકાત દરમિયાન સૌથી વધુ આનંદ એક સ્ટોલ પર આવ્યો. અહીં ટેબલ પર લોનના(ઘાસની હરિયાળીના) નમૂના મૂકેલા હતા. ચોરસ ફૂટના બસોથી સાડા ચારસો રૂપિયાના ભાવે લોનની ઓફર હતી. સ્ટોલમાં લોન પાથરવામાં પણ આવી હતી. ચંપલ કાઢીને તેના પર ચાલવાની છૂટ હતી. ચાલો તો બિલકુલ લોન જ લાગે અને અડો તો ય લોન લાગે, જોવામાં તો અસલ લોન લાગે જ. પરંતુ મજાની વાત એ હતી કે લોન પોલીમરની બનેલી હતી અને નકલી હતી. સ્ટોલ પરથી મેં જાણ્યું કે એક્ટર ચિરંજીવી અને એક્ટ્રેસ હેમામાલિનીના ઘરની અંદર, ભુવનેશ્વરના ઈન્ફોસીસના મકાનની બહારની ઢળતી સપાટી પર, ગાંધીનગરના કેમ્બેના ગોલ્ફકોર્સ પર, અમદાવાદની કર્ણાવતી ક્લબના પ્લેગ્રાઉન્ડ પર વગેરે સંખ્યાબંધ ઠેકાણે આવી નકલી લોન લાગેલી છે. કર્ણાવતી ક્લબમાં તો નકલી લોન પર બોર્ડ મારેલું છે કે આ નકલી લોન હોવાથી સિગરેટ ના ફેંકશો. આવું બોર્ડ મારવાનુ કારણ એ કે કોઈને માલૂમ જ નથી પડતું કે લોન નકલી છે. મેં સ્ટોલ પરના ફોટો આલ્બમમાં જોયું કે આખા સ્ટેડિયમો અને બગીચાઓ હવે આવી નકલી લોનથી તૈયાર થાય છે. કારણકે આ નકલી લોનમાં કોઈ મેન્ટેનન્સ નથી હોતું. પાણી મારીને સાફ કરી દઈ શકાય છે. પંદર વર્ષ સુધી એમની એમ ચાલે છે. ગજબ!


મીનીપ્લેક્સનો આઈડિયા

શાહરૂખખાને અમદાવાદમાં મીનીપ્લેક્સ ખુલ્લું મૂક્યું. આમાં શાહરૂખખાન કરતા મને મીનીપ્લેક્સમાં વધારે રસ પડ્યો. આ મીનીપ્લેક્સમાં કોઈપણ શોની ટિકીટ એંશી રૂપિયાની છે. અલબત્ત સામાન્ય થિયેટર કરતા અર્ધી સાઈઝ હોવાથી જો મિનીપ્લેક્સમાં આગળની સીટ આવી જાય તો મૂશ્કેલી(?) એવું લાગે છે. મીનીપ્લેક્સના બે સ્ક્રીન ખુલ્યા છે અમદાવાદના ફ્લોપ એવા ગેલોપ્સ મોલમાં. આ મોલ ચાલતો જ નથી. એના બહુ કારણમાંથી એક કારણ એ છે કે એન્ટ્રી એસજીહાઈવે-બોપલના મુખ્ય રસ્તાના બદલે ઈસ્કોન મંદિરની પાછળના ભાગે રાખી છે. એન્ટ્રી અને એક્સીટના ગેટ અલગ છે. લગભગ દરેક વ્યક્તિને એક્સીટ કરતી રોકવામાં આવે છે અને વધુ લાંબું ચલાવવામાં આવે છે. આ મોલમાં બધી મોંઘી બ્રાન્ડોની જ દુકાનો છે એટલે એની છાપ મોંઘા મોલ તરીકે પડી ગઈ છે. હવે જે મીનીપ્લેક્સ ખુલ્યું છે એણે અર્ધા ચોરસ કિલોમીટર વિસ્તારમાં જ બીજા ચાર ચાર મલ્ટીપ્લેક્સની સ્પર્ધા કરવાની છે. ફ્લોપ મોલમાં હીટ શરૂઆત કે ફ્લોપ મોલમાં વધુ એક ફ્લોપ ધંધો? મીનીપ્લેક્સની તકદીર શું છે?

રમેશ ઓઝા ગજબના ખીલ્યા

રમેશ ઓઝાની અમદાવાદમાં એક સપ્તાહની કથા થઈ એની નોંધ મિડિયામાં ઓછી લેવાઈ છે. પણ આ કથામાં કથાકાર ઓઝા બરાબર ખીલેલા. જો ક્વોટેશનની એક દળદાર બુક બનાવવી હોય તો રમેશભાઈજીની આ જ કથામાંથી બની જાય એટલા બધા સુપર્બ વન-લાઈનરનો રમેશભાઈજીએ વરસાદ વરસાવ્યો હતો. હવે તો ઘરે બેઠા ટીવી પર કથાનું લાઈવ ટેલિકાસ્ટ સુલભ થાય છે. બીજી બધી બકવાસ કરતા તો રિમોટ ત્યાં જ જઈને અટકતું હતું. કથામાં માત્ર ધર્મનું જ નહીં પણ જીવનનું અને સમકાલીન સમાજની વ્યથાનું એવું તો ગજબનાક ચિંતન પ્રસ્તુત થતું હોય છે કે વાહ વાહ થઈ જાય છે.

ભાષણોથી નહીં બચે ગુજરાતી ભાષા

ગુજરાતી ભાષાને બચાવવા માટે ગુજરાત સાહિત્ય પરિષદના પ્રાંગણમાં મળેલી સભામાં રઘુવીર ચૌધરીએ સ્ક્રીઝોફેનીક વિષયાંતર કરીને માથે ધોકા પછાડ્યા, વિનોદ ભટ્ટે ગંભીર ચિંતાના વિષયને વર્બલ હાસ્યલેખ બનાવી દીધો, પાર્થિવ ગોહિલે ગીતો ગાઈ લીધા, ભોળાભાઈ પટેલે તો ઉલટી જ ચિંત પ્રગટ કરી કે ગુજરાતીમાં ભણનાર છોકરો શ્રેષ્ઠ પુસ્તકો ક્યાંથી વાંચી શકે?(વિનોદ ભટ્ટે પણ પોતાના વક્તવ્યની શરૂમાં જ પોતાની પૌત્રી અંગ્રેજી માધ્યમમાં ભણતી હોવાનું કહી દીધું) ગુણવંત શાહનું વક્તવ્ય પણ કોઈ ઠોસ ઉપાય ન બતાવનારું ને સેરીમોનીયલ રહ્યું. બહુ પહેલા મેં ઢીંગલીઘર આયોજિત ‘ગુજરાતી માધ્યમ કે અંગ્રેજી માધ્યમ’ વાળા સેમીનારમાં હાજરી આપી હતી(ઢીંગલીઘરે આવા બે કાર્યક્રમો યોજ્યા હતા જેમાં વિનોદ ભટ્ટ અને રતિલાલ બોરીસાગર વક્તા હતા). પછી આનંદીબેન પટેલના પતિ મફતભાઈએ યોજેલા આવા જ પરિસંવાદમાં પણ હું હાજર હતો.આમાં હિમાચલ પ્રદેશના ન બનેલા ગવર્નર ઉર્મિલાબેન પટેલ વક્તા હતા. તેમણે પોતાના પૌત્રો અંગ્રેજી માધ્યમમાં ભણતા હોવાનું અને ગુજરાતી બરાબર ન જાણતા હોવાનું કીધું હતું. આ પછી મનસુખ સલ્લાએ રતિલાલ બોરીસાગરના સહ્યોગમાં ભરેલા એક પરિસંવાદમાં જવાનું થયું હતું. આમાં નારાયણ દેસાઈ અને સુદર્શન આયંગર પણ હાજર હતા. આમાં બે કે ત્રણ યુવાનો પણ હાજર ન હતા. મારે પણ બોલવાનું થયેલું. મેં જે એક્સેલન્સવાળી મોડેલ સ્કૂલોની વાત કરી એ પછીથી વૈજ્ઞાનિક પંકજ જોષીએ ઉપાડી અને હવે ગુણવંત શાહ પણ ઉપાડે છે. પંકજ જોષી ગુજરાતી ભાષાના વિષય પર પત્રકારોને મળ્યા હતા એમાંય હું હાજર હતો. છેલ્લે આ ગુણવંત શાહની યાત્રાના ભાષણો. એ જ પ્રશ્ન, એ જ ચિંતા, એ જ લોકો, લગભગ એ જ ભાષણો આ બધાથી માત્ર સમસ્યા હોવાની અનૂભૂતિ કરાવી શકાય છે પણ તેનો ઉકેલ નથી મળતો….. સમાજ એક દિશામાં, આ થોડા બૌદ્ધિકો બીજી દિશામાં, સમાજ યુવાન, બૌદ્ધિકો વૃદ્ધ, મુખ્યમંત્રી અવઢવમાં ને મૌન, બાળકો ટવીન્કલ ટવીન્કલ લિટલ સ્ટાર ….

Friday, January 29, 2010

સેક્યુલારિઝમના વેશમાં હિંદુ-વિરોધ: સુંદરકાંડમાં અસુંદર નિહાળનારાઓ


ચાલો આજે ગત સપ્તાહના એક નિરાળા ઘટનાક્રમ વિશે વાત કરીએ.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના ટેબ્લોઈડ અખબારે પાછલા સપ્તાહે ફ્રન્ટ પેજ પર ‘ભગવાન ગુજરાત યુનિવર્સિટીને બચાવે’ એવા હેડિંગ સાથે એક લેખ પ્રગટ કર્યો. આ આખો લેખ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં યોજાયેલા સુંદરકાંડના કાર્યક્રમ સામે ચતુરાઈ પૂર્વક વિષ ઓકતો હતો.

ટાઈમ્સનું ટેબ્લોઈડ લેખમાં નામ વગર વિધાર્થી નેતાને ક્વોટ કરીને કહે છે કે ગુજરાત યુનિવર્સિટીમાં શ્રી રામનો સુંદરકાંડ ન યોજાવો જોઈએ…સુંદરકાંડ અને ભજનો યોજવા એ યુનિવર્સિટીનું ભગવાકરણ કરવાનો પ્રયત્ન છે. ટાઈમ્સનું બચ્ચું સુંદરકાંડના આયોજનને યુનિવર્સિટીએ છેડેલી ‘કોન્ટ્રોવર્સી’ એટલેકે વિવાદ ઠેરાવે છે અને લખે છે કે અગાઉ આરએસએસના ગૌરક્ષા અભિયાનના બેનરો યુનિવર્સિટી કેમ્પસ પર લગાવવા દઈને પણ યુનિવર્સિટી દ્વારા ‘કોન્ટ્રોવર્સી’ ઉભી કરવામાં આવી હતી.

હિંદુ પત્રકારની બાયલાઈનથી લખાયેલા આ લેખમાં ગુજરાત યુનિર્સિટીના વાઈસ ચાન્સેલર કે જેમણે યુનિવર્સિટીનો સેનેટ હોલ આ કાર્યક્રમ માટે ભાડે આપ્યો તેઓને અને સુંદરકાંડના આયોજક જેજી કોલેજના પ્રિન્સિપાલને એવી રીતે ક્વોટ કર્યા છે કે જાણે તેઓ સુંદરકાંડ યોજયાની જવાબદારી એકબીજા પર ઢોળતા હોય અને બચાવ કરતા હોય. હકીકતમાં વાઈસ ચાન્સેલર(વી.સી.)નું પછીથી મિત્રો સાથેની વાતચીતમાં કહેવું હતું કે આમાં કોઈ બચાવ કરવાનો જ ન હોય. સુંદરકાંડ યોજ્યો તેનું ગૌરવ છે. સ્યૂડો સેક્યુલરોએ તેમને મીસક્વોટ કરીને જાણે પોતે સુંદરકાંડ યોજ્યાનો બચાવ કરતા હોય એવું બતાવ્યું હશે. વીસીએ કહ્યું કે તેઓ ટાઈમ્સનું પેલું અંગ્રેજી બચ્ચું વાંચતા જ નથી.

ટાઈમ્સના ટેબ્લોઈડ બચ્ચાએ સુંદરકાંડના ત્રીજા દિવસે પાંચ છોકરાઓ ફુલસ્કેપ કાગળ પર સ્કેચપેનથી લખેલા સૂત્રો સાથે સુંદરકાંડનો વિરોધ કરતા હોય તેવો યુનિવર્સિટી કેમ્પસમાંનો ફોટો છાપ્યો. ટાઈમ્સના ટેબ્લોઈડ બચ્ચામાં છપાયા અનુસાર આ છોકરાઓનું કહેવું હતું કે યુનિવર્સિટી એક જ ધર્મ કે ભગવાનને પ્રોપોગેટ કરીને દેશના સેક્યુલર ફેબ્રીકને નજર અંદાજ કરી રહી છે. આ છોકરાઓએ આ મામલે ગવર્નરને મળવાની પણ યોજના જાહેર કરી. બચ્ચાએ જે સંસ્થાઓના નામ આ વિરોધ કરનાર છોકરાઓ સાથે જોડ્યા છે તે છે: નીસ્વા, દ્રષ્ટિ, અનહદ, અમન સમુદાય અને બીએમએમએ.

********

હવે મારે જે કહેવું છે એની વાત કરું.

જે ત્રણ ચાર એનજીઓના પાંચ છોકરાઓએ યુનિવર્સિટીના હોલના સુંદરકાંડ માટે ઉપયોગનો વિરોધ કર્યો છે એ બધે બધા એનજીઓ મુસ્લિમો દ્વારા ચાલે છે. બીએમએમએ એટલે ભારતીય મુસ્લિમ મહિલા આંદોલન, એ સંગઠન ઝાકીયા નિઝામી સોમન ચલાવે છે. તો નીસ્વા નામનું સંગઠન મુસ્લિમ ચેરિટી માટેનું આંતરરાષ્ટ્રિય સંગઠન છે જે અમેરિકા સ્થિત મુસ્લિમ ચલાવે છે. દ્રષ્ટિ નામનું સંગઠન સ્ટાલિન કે. અને શબનમ વિરમાણી ચલાવે છે અને અમન સમુદાય, અનહદ નામના સંગઠન શબનમ હાશ્મી ચલાવે છે. એ જોતા આ કોઈ સ્યૂડો સેક્યુલરોનો નહીં પણ વિધર્મીઓનો સેક્યુલારીઝમના છમ્નવેશે સુંદરકાંડ સામે ખુલ્લંખુલ્લા વિરોધ હતો.

સુંદરકાંડમાં પણ અસુંદર નિહાળનારા જે હિંદુ લિખતા, છાપતા ને વિરોધ કરતા આમાં હાથા બને છે, અને સુંદરકાંડના આયોજનને કોન્ટ્રોવર્સી ઠેરવે છે એમનું તો શું કહેવું?

શું એમએસ યુનિવર્સિટીએ હમણા બૌદ્ધ કોન્ફરન્સ યોજી એનો પણ આ લોકો વિરોધ કરવા માંગે છે?

શું અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના નામમાં મુસ્લિમ શબ્દનો અને જામિયા મીલિયા ઈસ્લામિયાના નામમાં ઈસ્લામ શબ્દનો પણ ‘સેક્યુલારીઝમની ઉજ્જવળ પરંપરાઓના જતન’ હેતુથી આ લોકો વિરોધ કરશે?

શું સેન્ટ ઝેવિયર્સના કેમ્પસમાં ચર્ચ નથી હોતા?

ધર્મની વાત જવા દો, શું શ્રી રામ ભારતીય સંસ્કૃતિનો એક હિસ્સો નથી?

યુનિવર્સિટીમાં સુંદર કાંડ નહીં તો શું મુજરા અને દારૂની પાર્ટીઓ યોજવી જોઈએ?

સુંદરકાંડ માટે ગવર્નરને ફરિયાદ કરવાની ચેષ્ટા વિશે તો શું કહેવું? ખુદ ગવર્નર દરેક ઈદ પર રાજ્ભવનમાં ઈફ્તાર પાર્ટીઓ આયોજિત કરે છે. એની સામે કોઈએ ક્યારેય વિરોધ કર્યો નથી. હિંદુઓ આ બાબતે ઉદાર છે. પણ માનો કે એન્ટી હિન્દુ-સેક્યુલરીયાઓના સ્તરે ઉતરી આવીએ તો શું રાજભવનની ઈફ્તાર પાર્ટીમાંય સેક્યુલારીઝમનો કોઈ ભંગ થતો નથી દેખાતો?

શું સુંદરકાંડમાં કશુંક વાંધાજનક કહેવાયું છે કે જેનાથી યુનિવર્સિટીની યુવાપેઢીને નુકસાન થાય?

દક્ષિણ પૂર્વના મુસ્લિમ દેશની યુનિવર્સિટીઓમાં રામાયણના નાટક શીખવાડવામાં આવે છે અને તેને મુસ્લિમો ભજવે છે, ત્યાંની કરન્સી નોટ પર ગણેશજીનું ચિત્ર હોય છે અને બેન્કનું નામ બેન્ક ઓફ અયોધ્યા હોય છે એ બધી વિગતો આ લોકોની જાણ બહાર છે?

શું સેક્યુલારિઝમનો અર્થ નાસ્તિકપણું અથવા ધર્મથી સંપૂર્ણ આભડછેટ એવો થાય છે? જો એવું હોય તો સરકારી કર્મચારીને દિવાળીની રજાય કેમ હોય ને ઈદનીય કેમ હોય? સુંદરકાંડના આયોજન સામે ફ્રન્ટ પેજ કેમ્પેન ચલાવનારાઓને આની ખબર પડે છે?

શું સેક્યુલરીઝમનો અંચળો ઓઢીને ફરતા એન્ટી-હિંદુઓ ગાંધીજીની સમાધિ પરથી ‘હે રામ’ શબ્દ પાવડા અને કોદાળી લઈને ઉખાડી આવવાની પણ કોઈ યોજના ધરાવે છે?

દૂરદર્શનના લોગોમાંથી ‘સત્યમ શિવમ સુંદરમ’ કાઢી નાંખ્યું અને આકાશવાણીના કાર્યક્રમોના અંતે ‘એ આવજો રામ રામ’ બોલતા હતા એ પણ બંધ કરાવ્યું. આટલાથી ચેન નથી પડતું જિન્નાહવાદીઓને?

કેરળમાં એક કાર્યક્રમમાં દિવો પ્રગટાવવાનો પણ એક મંત્રીએ સેક્યુલારિઝમની દુહાઈ દઈને વિરોધ કર્યો. શું સેક્યુલારિઝમના નામે દેશમાં દિવો પ્રગટાવવાના અને ખાત મૂર્હૂતના કાર્યક્ર્મો પણ બંધ કરવાના છે?

શું એ હકીકત નથી કે આલ્બર્ટ આઈન્સ્ટાઈને પોતાની શોધનો એક યશ પોતાની ધાર્મિકતાને પણ આપ્યો હતો?

શું યુનિવર્સિટી કેમ્પસમાં ગૌરક્ષાના બેનર લગાવવા દેવાય એમાં કોઈ કોન્ટ્રોવર્સી છે? ગૌરક્ષાની થોકબંધ હિમાયત તો ખુદ મહાત્મા ગાંધીએ કરી હતી. સેક્યુલરીઝમનું મહોરું પહેરેલા એન્ટી-હિંદુઓએ આ વિશે શું કહેવાનું છે?

ગુજરાત યુનિવર્સિટીએ સુંદરકાંડના કાર્યક્રમ માટે જેજી કોલેજને પૂરા પૈસા લઈને સેનેટ હોલ રાત્રિના સમય માટે ભાડે આપ્યો હતો. યુનિવર્સિટીનો જ વિદ્યાર્થી સુંદરકાંડનું પઠન કરવાનો હતો. શું બોલીવૂડના ગીતો અને ડાન્સના પ્રોગ્રામોના બદલે આવા નવતર ક્ષેત્રે આગળ વધી રહેલા વિદ્યાર્થીને યુનિવર્સિટી ઉત્તેજન આપે એમાંય વાંધો પાડવાનો?


*********

કોઈ વિધર્મી સુંદરકાંડનો કે રામનો વિરોધ કરે એ તો સમજી શકાય, પણ જ્યારે એમના ઓઠા બનીને આપણાજ લોકો વિધર્મીઓની મૂવમેન્ટને લિખતા, છાપતા ને વિરોધ કરતા ગળે લટકાવીને ફરે ત્યારે શું કહેવું?

એક વાર્તા યાદ આવે છે. રાજાનો રથ ઉભો હતો અને બે ગાયો લડતી લડતી નજીકમાં આવી. એક ગાયનું શિંગડું રથના પૈડામાં ભરાઈ ગયું. રાજાને રથમાં નીકળવાનો સમય થઈ ગયો હતો. રાજાનો આખો સ્ટાફ હાંફળો ફાંફળો થઈ ગયો કે હવે કરવું શું? રાજા તો આવીને રથ પાસે ઉભા. પેલી ગાયનું શિંગડું રથના પૈડામાં. ત્યાં એક બ્રાહ્મણ બોલ્યો ‘ડોકું કાપી નાખો અને કરો ગાયને પૈડેથી છૂટી. રાજાને મોડું થાય છે ભઈ!’ રાજાએ આ સાંભળ્યું. રાજાને આશ્ચર્ય થયું કે એક બ્રાહ્મણ ગાયને મારવાની વાત કરે છે? થોડી વારમાં રાજાના રક્ષકોએ કળે કળે કામ લઈને ગાયને પૈડામાંથી બહાર કાઢી. આ માટે તેઓએ રાજાની સૂચના મુજબ પૈડાનો જ એક ભાગ કાપી નાખ્યો કે જેથી ગાયને કષ્ટ ન પડે.

રાજાને પછી માર્ગમાં ઘોડા પર કે પછી મહેલે જઈનેય ચેન ન પડ્યું. તે સતત વિચારતો રહ્યો કે શું એક બ્રાહ્મણ ગાયને કાપવાની વાત કરી શકે? તેણે તેના પ્રધાનને પોતાની વ્યથા જણાવી. પ્રધાને કહ્યું કે આ બ્રાહ્મણના ઉપરના વંશમાં કોઈક ગરબડ થઈ હોવી જોઈએ. પ્રધાને બ્રાહ્મણની માતાથી આની તપાસ કરવાની શરૂ કરી. બ્રાહ્મણની માતાને તેડાવવામાં આવી. પ્રધાને પુષ્કળ ધનની લાલચ આપીને ભગવાનના સોગંદ પર બ્રાહ્મણની માતાને સત્ય બોલવા જણાવ્યું. સત્ય ગોપનીય રહેશે તેની ખાતરી આપી. બ્રાહ્મણની માતાએ રડતા રડતા કહ્યું કે એક વખત તે જંગલમાં લાકડા લેવા ગઈ ત્યારે અંધારી રાત્રે એક મુસ્લિમ કસાઈએ તેના પર બળાત્કાર કર્યો હતો તેમાંથી જે બાળક અવતર્યો એ આ પોતાનો દીકરો છે. અને આ વંશીય ગરબડને કારણે જ તેણે રથના પૈડામાં ફસાયેલી ગાયના ડોકાને કાપવાની વાત કરી હશે.

જાતે હિંદુ, પણ સેક્યુલરના નામે એન્ટી હિંદુ એવા હિંદુઓનું મને આવું લાગે છે. કોઈ ગરબડ થઈ હશે. નહીં તો રામનો વિરોધ કરતા જીવ કેમનો ચાલે? શું ગુજરાત યુનિવર્સિટી મક્કા-મદીનામાં છે?

Friday, January 22, 2010

બચ્ચનજી તમે સરપ્રાઈઝ થયા? પણ અમને તો કોઠે પડી ગયું છે!




અમિતાભ બચ્ચનને પોતાની ગુજરાત મુલાકાત વિશે પ્રશ્ન ઉઠાવનાર મિડિયાની ટોળી વિશે આશ્ચર્ય થયું. બચ્ચને આ બાબતે તેના બ્લોગમાં ‘સરપ્રાઈઝ’ અને ‘વન્ડર’ શબ્દ વાપર્યા છે.

બચ્ચનજીને કહેવાનું કે પહેલા અમને પણ સરપ્રાઈઝ થતું હતું. પણ હવે અમને કોઠે પડી ગયું છે. સાથે કહેવાનું કે બચ્ચનજી તમારા ગુજરાત સાથેના સંબંધ નવા નવા છે. આ સંબંધો આગળ વધશે એટલે તમને પણ પેલી ટોળકીના આવા સવાલો કોઠે પડી જશે.

કોઈ આઠ વર્ષ પછી હજુ ગોધરાના પ્રશ્ન કરે ત્યારે મને તો તેના પેટમાં ગલીપચી કરવાનું મન થઈ જાય છે. મને આવા લોકો બાળક લાગે છે. અને હસવું જ આવી જાય છે.બચ્ચનજી તમારે પણ આવા સવાલો પર હસી લેવાનું. અમારો ગુજરાતીઓનો અનુભવ એવો છે કે આ ટોળીની હરકતોથી કોઈ ફર્ક પડતો નથી. ગુજરાત રેસીંગ ટ્રેક પર છે અને તેજગતિ ચાલુ રહેવાની છે.

બચ્ચનજી તમે હવે એ જ બોટમાં છો કે જેમાં રતન ટાટા છે, અંબાણીઓ છે, મિત્તલ છે, બિરલા છે, હિંદુજા છે, મોડે મોડે અઝીમ પ્રેમજી પણ છે, તમારા પરમ મિત્રો અનુપમ ખેર અને પરેશ રાવલ પણ છે.

દિલ્હીમાં શીખ લોકોને ગણી ગણીને કોંગ્રેસી કાર્યકરોએ મારી નાખ્યા હતા. પણ ન તો દિલ્હીને શીખ હત્યાકાંડના ચશ્માથી જોવામાં આવે છે અને ન જ ત્યારના શાસક રાજીવ ગાંધીને એ ચશ્માથી જોવામાં આવે છે.

નકસલવાદ પ્રભાવિત રાજ્યોમાં માણસોને બોમ્બ સાથે બાંધી બાંધીને ઉડાવી દેવાય છે અને નાના નાના ભૂલકાઓના મગજમાં ઝેર રેડી હાથમાં બંદૂક પકડાવવામાં આવે છે. નકસલવાદવાળા રાજ્યોમાં થયેલા નરસંહાર સામે પોસ્ટ-ગોધરાતો બચ્ચું છે. નકસલવાદ તો દેશની અખંડિતતા સામેની જ મોટી ચેલેન્જ છે. પણ નક્સલવાદવાળા રાજ્યોના મુખ્યમંત્રીઓને, લોકોને આ નરસંહારના ચશ્માથી જોવામાં નથી આવતા.

મહારાષ્ટ્રમાં કુપોષણથી મરતા બાળકો અને ખેડૂતોની આત્મહત્યાની સ્થિતિ ગોધરા અને પોસ્ટ ગોધરા સામે અતિ-અતિ-વિકરાળ છે. પણ મહારાષ્ટ્રને, ત્યાંની પ્રજાને કે ત્યાંના શાસકોને આ ચશ્માથી જોવામાં નથી આવતા. કોઈ પ્રશ્ન ઉઠાવવામાં નથી આવતા.

બંગાળમાં નંદીગ્રામમાં જે થયું એને લઈને બંગાળને કે ત્યાંના શાસકોને, લોકોને નંદીગ્રામના ચશ્માથી જોવામાં નથી આવતા.

આ બધું તો પેલા ઝોળાવાળાઓ અને કેમેરા-માઈકવાળાઓ કાર્પેટ નીચે જ રાખે છે.

ગોધરા અને પોસ્ટ ગોધરાને પત્યે તો આઠ વર્ષ થયા. બધું કંટ્રોલ થઈ ગયું ને હજુ કંટ્રોલમાં જ છે. પણ પૂર્વમાં નકસલવાદીઓના નાળચા તો હજુ મોત શોધે જ છે અને મહારાષ્ટ્ર, આંધ્રમાં ખેડૂતો ઝેરની ડબ્બી હજુ ખરીદી લાવે છે. પણ પેલા ઝોળાવાળા અને કેમેરા-માઈકવાળાઓને આ ચિરંતન અનકંટ્રોલેબલ સ્થિતિ સામે કોઈ વાંધો નથી.

શું મોદી ન હતા ત્યારે હિંદુ-મુસ્લિમો નહતા ઝઘડ્યા? મોદી જનમ્યા ય ન હતા ત્યારેય આવા અને આનાથી અતિ ભયંકર એવા હિસક તોફાનો થતા હતા અને મોદી કાલે નહીં હોય તો ય થવાના છે.

બચ્ચનની ગુજરાત મુલાકાત પર સૌ પ્રથમ તો પાકિસ્તાનના કટ્ટર ભારત વિરોધી અને હિંદુ વિરોધી મિડિયામિંયાઓએ તેમની અખબારી કોલમોમાં કળા કરી. અને ઈન્ટરનેટની મહેરબાનીથી આપણને તે વાંચવાનું સુલભ થયું. પછી ભારતમાં આ જ ચળવળ એનડીટીવીએ ચાલુ રાખી(એનડીટીવીનું ગુજરાતી કરીએ? નડ ટીવી – નડતવ – નડત્વ). પેલી નઝમ યાદ છે ને? પંછી,નદિયા, પવન કે ઝોંકે, કોઈ સરહદ ના ઉન્હેં રોકે… આમાં આવું જ છે: જબ બાત હો ગુજરાતકો જૂતે મારનેકી, તો કોઈ સરહદ ના ઉન્હેં રોકે…

બચ્ચનજી, બદમાશોની મેન્ટાલીટીથી તમે સરપ્રાઈઝ થયા હશો, પણ અમે તો નથી થતા. અમને તો આ બધું કોઠે પડી ગયું છે. રેસીંગ ટ્રેક પર હોઈએ ત્યારે ધ્યાન તો સામે જ હોય ને? દુનિયાના દરેક ભસતા કૂતરાને પથ્થર મારવા રોકાઈએ તો વિશ્વને સર કરવાનું અભિયાન ક્યારે પૂરું કરી શકીએ? અમે તો હવે આવી મસ્તીવાળા મસ્તાના છીએ.

તા.ક: લો તમારા માટે એક્સ્ક્લુઝીવ ખબર. ગુરૂવારે ગુજરાત પ્રવાસન નિગમના આઈએએસ અધિકારી, ચેરમેન અને કેમ્પેન ડિઝાઈનર અમિતાભ બચ્ચનને મુંબઈમાં મળી આવ્યા છે અને ગુજરાત વિશેનું પ્રેઝન્ટેશન પણ બતાવી આવ્યા છે. બચ્ચનનો અવાજ, તેનો ચહેરો વગેરેનું ગુજરાતના પ્રવાસનના માર્કેટીંગમાં કઈ રીતે ઉપયોગ થઈ શકે એ વિશે વિસ્તૃત ચર્ચા થઈ. બચ્ચન પર પેલી બદમાશ મિડિયા ટોળકીની ગેરહરકતનો કોઈ પ્રભાવ નથી. બચ્ચન પણ રેસીંગ ટ્રેક પર છે.